Author: Rashmi Rathod
'લહેર' વાંચીને કદાચ ઘણા લોકોને પોતાની અથવા ઓળખતા હોય એવા લોકોની અમુક પરિસ્થિતિ યાદ આવી હશે. આપણી આજુબાજુ આપણે એવા લોકોને જોયા જ હોય કે જે ઘણી મુશ્કેલી સહન કરતા હોય. અમુક લોકો મુશ્કેલીઓને માત આપી સફળ થઈ જતાં હોય જ્યારે અમુકના જીવનમાંથી મુશ્કેલી જવાનું નામ ન લેતી હોય છતાં તે વ્યક્તિના અથાગ પ્રયત્નો ચાલુ જ હોય. જે થાકતા નથી અને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડે છે. આપણી નવલકથાના પાત્ર લહેર જેવા લોકો. ઘણી નાની નાની વાર્તાઓ, કવિતાઓ તથા વિચારો મારા દ્વારા રજૂ થતા અને મિત્રો, પરિવારના સભ્યો તથા સગાસંબંધીઓ દ્વારા તેને પ્રોત્સાહન મળતું ગયું. કહેવાય છે ને કે પ્રોત્સાહન મળે એટલે વ્યક્તિમાં અનેરી ઊર્જાનો સંચાર થાય, બસ એ જ ઊર્જાથી આ પ્રયાસ કર્યો છે આશા છે કે આપ સૌને પસંદ આવશે. 'લહેર' માટે આપ સૌ વાંચકોના આશીર્વાદ મળે તેવી અભ્યર્થના!
Lahar
We don't offer Return and Refund policy.











